ક્રોનિક કિડની ડીસીઝ ના જુદા જુદા દર્દી ઓમાં કિડની કાર્યક્ષમતા મુજબ અલગ અલગ ચિહનો જોવા મળે છે. ક્રોનિક કિડની ફેલ્યરની શરૂઆતમાં સામાન્ય રીતે મોટા ભાગના દર્દીઓમાં કોઈ ફરિયાદ હોતી નથી. મોટા ભાગે મેડિકલ ચેક-અપ દરમ્યાન આકસ્મિક રીતે આ રોગનું નિદાન થાય છે. કિડની ની કાર્યક્ષમતામાં વધુ ઘટાડો થાય ત્યારે અશક્તિ,સોજા, લોહીનું વધુ દબાણ, લોહીમાં ફિક્કાશ, રાત્રિના પેશાબના પ્રમાણમાં વધારો વગેરે ચિહનો જોવા મળે છે કિડનીની કાર્યક્ષમતા જયારે ૮૦% કરતા વધુ ઓછી થઈ જાય, મતલબ કે અંતિમ તબક્કાના ચિહનો ઊલટી-ઊબકા થાય, થોડું કામ કરતાં થાકી જવાય, શ્વાસ ચડે, લોહીમાં ફિક્કાશ (એનેમિયા), લોહીની ઊલટી થાય, દર્દી ઘેન માં રહે,આચકી આવે અને દર્દી બેભાન થઈ જાય વગેરે છે.
Read More