કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાંના બિનજરૂરી પદાર્થો દૂર કરવાનું અને શરીરમાં પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બન્ને કિડની કામ ન કરતી હોય તેવા દર્દીઓનું જીવન સંપૂર્ણપણે ડાયાલિસિસ પર નિર્ભર હોય છે.
ડાયાલિસિસના મુખ્ય કાર્યો નીચે મુજબ છે :
૧. લોહીમાંના બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો(જેમ કે, યુરિયા, ક્રીએટીનીન) દૂર કરી લોહીનું શુદ્ધીકરણ કરવું.
૨. વધારાનું પાણી કાઢી શરીરમાં પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવવું.
૩. વધઘટ થયેલા ક્ષારો (જેમ કે સોડિયમ, પોટેશિયમ વગેરે)નું યોગ્ય પ્રમાણ જાળવવું.
૪. એકઠા થયેલા ઍસિડ વધારે પ્રમાણને ઘટાડી યોગ્ય પ્રમાણ જાળવવું.
કિડની ફેલ્યરના દર્દીઓને જીવનદાન આપતી ડાયાલિસિસની સારવારની ઉણપ એ છે કે તે કાર્યરત કિડનીની જેમ રક્તકણોના ઉત્પાદનમાં જરૂરી એરિથ્રોપોયેટીન બનાવી નથી શકતું અને હાડકાને તંદુરસ્ત રાખી નથી શકતું.
ડાયાલિસિસની જરૂરિયાત ક્યારે પડે છે?
કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય કે કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ જાય ત્યારે દવા દ્વારા થતી સારવાર અસરકારક રહેતી નથી અને રોગ ચિહ્નો(ઊલટી, ઉબકા, નબળાઈ, શ્વાસ વગેરે) વધતા જાય છે. આ તબક્કે ડાયાલિસિસની જરૂર પડે છે. સામાન્ય રીતે લોહીની તપાસમાં સિરમ ક્રીએટીનીનનું પ્રમાણ ૮ મિ.ગ્રા.% કરતાં વધે ત્યારે ડાયાલિસિસ શરૂ કરવામાં આવે છે.
શું ડાયાલિસિસ કરવાથી કિડની ફરીથી કામ કરતી થઈ જાય છે?
ના, ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં ડાયાલિસિસ કરવાથી કિડની ફરી કામ કરતી નથી. આવા દર્દીઓમાં કિડનીના કાર્યના વિકલ્પ તરીકે ડાયાલિસિસ હમેશા માટે નિયમિત રીતે કરાવવું પડે છે. જોકે એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં ડાયાલિસિસની જરૂર ટૂંકા ગાળા માટે જ પડે છે. આવા દર્દીઓમાં કિડની ફરી સંપૂર્ણ કામ કરતી થઈ જવાથી ડાયાલિસિસની જરૂર ફરી પડતી નથી.
ડાયાલિસિસ તે કિડનીના કાર્યનો કૃત્રિમ વિકલ્પ છે.
ડાયાલિસિસના કયા પ્રકારો છે?
ડાયાલિસિસના બે પ્રકારો છે :
૧. હિમોડાયાલિસિસ :
આ પ્રકારના ડાયાલિસિસમાં ડાયાલિસિસ મશીન ખાસ જાતના ક્ષારયુકત પ્રવાહી (Dialysate)ની મદદથી કૃત્રિમ કિડની (Dialyser)માં લોહીનું શુદ્ધીકરણ કરે છે.
૨. પેરિટોનિયલ ડાયાલિસિસ :
આ પદ્ધતિ પણ અંતિમ તબક્કાના કિડની ફેલ્યરમાં વપરાતી હોય છે.
આ પ્રકારના ડાયાલિસિસમાં પેટમાં ખાસ જાતનું કેથેટર (P.D. Catheter) મૂકી, ખાસ જાતના ક્ષારયુક્ત પ્રવાહી (P.D. Fluid)ની મદદથી શરીરમાં કચરો દૂર કરી શુદ્ધીકરણ કરવામાં આવે છે. આ પ્રકારનું ડાયાલિસિસ મશીનની મદદ વગર થઈ શકે છે.
ડાયાલિસિસમાં લોહીનું શુદ્ધીકરણ કયા સિદ્ધાંતથી થાય છે?
- ડાયાલિસિસમાં કૃત્રિમ મેમ્બ્રેન અને પેરિટોનિયલ ડાયાલિસિસમાં પેરિટોનીયમ, ગરણી એટલે કે સેમિપર્મિએબલ મેમ્બ્રેન જેવું કામ કરે છે.
- આ મેમ્બ્રેનમાં આવેલા બારીક છિદ્રોમાંથી પાણી, ક્ષાર તથા બિનજરૂરી યુરિયા ક્રીએટીનીન જેવા ઉત્સર્ગ પદાર્થો પસાર થઈ શકે છે પરંતુ શરીર માટે જરૂરી એવા લોહીના કણો તથા પ્રોટીન પસાર થઈ શકતા નથી.
બંને કિડની બગડવા છતાં દર્દી ડાયાલિસિસની મદદથી લાંબા સમય (વર્ષો) સુધી સરળતાથી જીવી શકે છે.
- ડાયાલિસિસની પ્રક્રિયામાં સેમિપર્મિએબલ મેમ્બ્રેનની એકતરફ ડાયાલિસિસની પ્રવાહી અને બીજી તરફ શરીરમાંનું લોહી હોય છે.
- ઓસ્મોસિસ અને ડિફ્યુજનના સિદ્ધાંત મુજબ લોહીમાંના બિનજરૂરી પદાર્થોઅને વધારાનું પાણી લોહીમાંથી ડાયાલિસિસના પ્રવાહીમાં જઈ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને સોડિયમ, પોટેશિયમ અને એસિડનું પ્રમાણ શરીરની જરૂરિયાત મુજબ જળવાઈ રહે છે.
કયા દર્દી માટે હિમોડાયાલિસિસ અને કયા દર્દી માટે પેરિટોનિયલ ડાયાલિસિસ પસંદ કરવા આવે છે?
ક્રોનિક કિડની ફેલ્યરની સારવારમાં બંને પ્રકારના ડાયાલિસિસ અસરકારક છે, દર્દીને બંને પ્રકારના ડાયાલિસિસના ફાયદા-ગેરફાયદા વિશે માહિતી આપ્યા બાદ દર્દીની આર્થિક સ્થિતિ, તબિયતના જુદા જુદા પાસાઓ, દર્દીના રહેઠાણથી હિમોડાયાલિસિસ સેન્ટરનું અંતર વગેરે બાબતો ધ્યાનમાં લઈને કયા પ્રકારનું ડાયાલિસિસ કરવું તે નક્કી કરવામાં આવે છે. ભારતમાં મોટા ભાગની જગ્યાએ હિમોડાયાલિસિસ ઓછા ખર્ચથી ઉપલબ્ધ છે અને આ કારણસર હિમોડાયાલિસિસની પદ્ધતિથી સારવાર મેળવતા દર્દીઓની સંખ્યા વધારે છે.
ડાયાલિસિસ શરૂ થયા બાદ દર્દીએ ખોરાકમાં પરેજી રાખવી જરૂરી છે?
હા, ડાયાલિસિસ શરૂ થયા બાદ પણ ખોરાકમાં માપસર પ્રવાહી લેવાની, ઓછું મીઠું (નમક) લેવાની તથા પોટેશિયમ કે ફોસ્ફરસ વધે નહીં તે માટેની પરેજી રાખવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ દવાની સારવાર ચાલતી હોય તેના કરતાં ડાયાલિસિસ શરૂ થયા બાદ દર્દીને ખોરાકમાં વધુ છૂટ મળે છે. દર્દીને ખોરાકમાં વધુ પ્રોટીન અને વિટામિનયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે.
ડાયાલિસિસ કરાવતા દર્દીઓએ પણ ખોરાકમાં પરેજી રાખવી જરૂરી છે.
ડ્રાય વેઈટ એટલે શું?
“ડ્રાય વેઈટ” શબ્દ હિમોડાયાલિસના દર્દીઓના અપેક્ષિત વજનને દર્શાવવા માટે વાપરવામાં આવે છે. ડાયાલિસિસની પ્રક્રિયામાં શરીરમાંનું વધારાનું પાણી દૂર કર્યા બાદ દર્દીનું વજન કેટલું હોવું જોઈએ તેને “ડ્રાય વેઈટ” કહેવાય છે. દર્દીઓના શરીરમાં પ્રવાહી કેટલું વધુ છે તેને ધ્યાનમાં રાખી યોગ્ય ગણતરી કરી ચોકસાઈપૂર્વક ડાયાલિસિસમાં પ્રવાહી દૂર કરવામાં આવે છે જેથી દર ડાયાલિસિસના અંતે વજન એકસમાન - ઇચ્છિત ડ્રાય વેઈટ મુજબ - જળવાઈ રહે છે. સમય સાથે દર્દીની તબિયતમાં થતા સુધારા કે બગાડાને કારણે વજનમાં થતા ફેરફારને ધ્યાનમાં લઈ ડ્રાય વેઈટમાં પણ ફેરફાર કરવો જરૂરી બને છે. હિમોડાયાલિસિસ (લોહીનું ડાયાલિસિસ) દુનિયાભરમાં ડાયાલિસિસ કરાવતા મોટા ભાગના દર્દીઓ આ પ્રકારનું ડાયાલિસિસ કરાવે છે. આ પ્રકારના ડાયાલિસિસમાં ખાસ પ્રકારના મશીન વડે લોહી શુદ્ધકરવામાં આવે છે.
હિમોડાયાલિસિસ કઈ રીતે કરવામાં આવે છે?
હિમોડાયાલિસિસ સામાન્ય રીતે ડૉક્ટર, નર્સ અને ડાયાલિસિસ ટેક્નિશિયનની દેખરેખ નીચે હિમોડાયાલિસિસ સેન્ટરમાં કરવામાં આવે છે.
- હિમોડાયાલિસિસ મશીનના પંપની મદદથી શરીરમાંથી દર મિનિટે ૩૦૦ મિ.લિ. લોહી શુદ્ધીકરણ માટે કૃત્રિમ કિડનીમાં મોકલવામાં આવે છે.
- કૃત્રિમ કિડની દર્દી અને હિમોડાયાલિસિસ મશીન વચ્ચે રહી લોહીનાં શુદ્ધીકરણનું કાર્ય કરે છે. શુદ્ધીકરણ માટે લોહી મશીનની અંદર નથી જતું.
- કૃત્રિમ કિડનીમાં લોહીનું ડાયાલિસિસ મશીન દ્વારા પહોંચાડતા ખાસ જાતના પ્રવાહી (ડાયાલાઈઝેટ)ની મદદથી થાય છે.
- શુદ્ધ થયેલું લોહી શરીરમાં પાછું મોકલવામાં આવે છે.
- સામાન્ય રીતે હિમોડાયાલિસિસ પ્રક્રિયા ૪ કલાક ચાલે છે, જે દરમિયાન શરીરનું બધું લોહી આશરે ૧૨ વખત શુદ્ધ થાય છે.
- હિમોડાયાલિસિસ દરમિયાન હમેશાં લોહી (Blood Transfusion)ની જરૂર પડે છે એ માન્યતા ખોટી છે. લોહીમાં હીમોગ્લોબીનની માત્રા ઘટી ગઈ હોય તેવા સંજોગોમાં જો ડૉક્ટરને જરૂરી લાગે તો જે લોહી આપવામાં આવે છે.
હિમોડાયાલિસિસ તે ડાયાલિસિસ મશીનની મદદથી કરવામાં આવતી લોહીના શુદ્ધીકરણની સરળ પ્રક્રિયા છે.
શુદ્ધીકરણ માટે લોહી કઈ રીતે શરીરની બહાર કાઢવા આવે છે?
લોહી મેળવવા Vascular Accessની પદ્ધતિઓ ડબલ લ્યુમેન કેથેટર, એ. વી. ફિસ્ચ્યુલા અને ગ્રાફટ છે:
૧. ડબલ લ્યુમેન કેથેટર :
તાત્કાલિક પ્રથમ વખત હિમોડાયાલિસિસ કરવા માટે આ સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે કે જેમાં કેથેટર મૂક્યા બાદ તરત જ ડાયાલિસિસ કરી શકાય છે.

- આ કેથેટર ગળામાં, ખભામાં કે સાથળમાં આવેલ મોટી શિરા (Internal, Jagular, Subclavian or Femoral Vein)માં મૂકવામાં આવે છે જેની મદદથી દર મિનિટે ૩૦૦થી ૪૦૦ એમ.એલ. લોહી મેળવી શકાય છે.
- આ કેથેટર બહારના છેડે બે અલગ નળીમાં વહેંચાયેલા હોય છે (લોહી બહાર કાઢવા અને અંદર મોકલવા). શરીરમાં પ્રવેશતા પહેલાં જ આ બંને નળી ભેગી થઈ એક નળી બની જાય છે. (જે અંદરથી તો બે ભાગમાં વહેંચાયેલી જ રહે છે.)
- કેથેટરમાં ચેપ લાગવાનો ભય રહેતો હોવાથી ટૂંકા સમયના ડાયાલિસિસ માટે આ પદ્ધતિ પસંદ કરવામાં આવે છે.
- આ કેથેટર બે પ્રકારના આવે છે - ટન્નેલડ (Tunneled) કેથેટર જે મહિનાઓ માટે ચાલે છે અને નોન-ટન્નેલડ (Non-tunneled) જે કેથેટર અઠવાડિયાઓ માટે ચાલે છે.
૨. એ. વી. ફિસ્ચ્યુલા (Arterio Venous (AV) Fistula) :

- લાંબા ગાળાના હિમોડાયાલિસિસ માટે સૌથી વધુ વપરાતી એવી આ પદ્ધતિ સલામત અને સરળ હોવાથી શ્રેષ્ઠ છે.
- આ પદ્ધતિમાં સામાન્ય રીતે હાથમાં કાંડા પાસે આવેલ ધમની (Artery) અને શિરા (Vein)ને ઓપરેશનથી જોડી દેવામાં આવે છે.
- ધમનીમાંથી મોટા પ્રમાણમાં દબાણ સાથે આવતું લોહી શિરામાં જતા હાથમાંની બધી શિરાઓ ફૂલી જાય છે.
- આ રીતે શિરા ફૂલતા સામાન્ય રીતે ચાર અઠવાડિયાથી વધુ સમય લાગે છે અને ત્યારબાદ જ તેનો ઉપયોગ હિમોડાયાલિસિસ કરવા માટે થઈ શકે છે.
- એક કારણસર તાત્કાલિક હિમોડાલાસિસ કરવા માટે ફિસ્ચ્યુલા બનાવી તેનો ઉપયોગ તરત કરી શકાતો.
- હાથની ફુલેલી શિરામાં, ફિસ્ચ્યુલાના ઓપરેશનની જગ્યાથી દૂર, બે અલગ જગ્યાએ ખાસ જાતની જાડી સોય ફિસ્ચ્યુલા નીડલ (Fistula Needle) મૂકવામાં આવે છે.
- આ ફિસ્ચ્યુલા નીડલની મદદથી ડાયાલિસિસ માટે લોહી બહાર કાઢવામાં આવે છે અને શુદ્ધીકરણ બાદ પાછું અંદર મોકલવામાં આવે છે.
- ફિસ્ચ્યુલા દ્વારા મહિનાઓથી વર્ષો સુધી હિમોડાયાલિસિસ થઈ શકે છે.
- ફિસ્ચ્યુલા કરી હોય તે હાથ વડે રોજિંદું હળવા પ્રકારનું બધું જ કામ થઈ શકે છે.
એ.વી. ફિસ્ચ્યુલાની કાળજી રાખવી શા માટે જરૂરી છે?
- ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારમાં દર્દીએ હિમોડાયાલિસિસ કરાવવું પડે છે. આવા દર્દીઓનું જીવન નિયમિત અને પૂરતા ડાયાલિસિસ પર આધારિત બની રહે છે. એ.વી. ફિસ્ચ્યુલા યોગ્ય રીતે કામ કરે તો જ ડાયાલિસિસ માટે પૂરતા પ્રમાણમાં લોહી મેળવી શકાય છે. ટૂંકમાં, હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓનું જીવન એ.વી. ફિસ્ચ્યુલાની યોગ્ય કાર્યક્ષમતા પર આધાર રાખે છે.
- એ.વી. ફિસ્ચ્યુલા ફૂલેલી શિરામાં વધુ દબાણ સાથે, મોટા પ્રમાણમાં લોહીનું વહન થાય છે, જો એ.વી. ફિસ્ચ્યુલાને અકસ્માતથી ઈજા થાય તો ફૂલેલી શિરામાંથી ટૂંકા ગાળામાં ખૂબ જ લોહી નીકળવાનો ભય રહે છે. આ રીતે વધુ માત્રામાં ઝડપથી નીકળતા લોહીને જો તરત રોકી દેવામાં ન આવે તો, તે થોડી મિનિટોમાં જ જીવલેણ બની શકે છે.
એ.વી. ફિસ્ચ્યુલામાંથી પૂરતા પ્રમાણમાં લોહી હમેશાં મળે તો જ યોગ્ય રીતે હિમોડાયાલિસિસ થઈ શકે છે.
એ.વી. ફિસ્ચ્યુલાનો લાંબા સમય સુધી સંતોષકારક ઉપયોગ કરી શકાય તે માટે શું કાળજી લેવી જોઈએ?
એ. વી. ફિસ્ચ્યુલાની મદદથી લાંબા સમય (વર્ષો સુધી) માટે, ડાયાલિસિસ માટે પૂરતી માત્રામાં લોહી મેળવી શકાય તે માટે ફિસ્ચ્યુલાની નીચે મુજબની કાળજી લેવી જરૂરી છે :
(એ) ચેપ ન લાગે તે માટે કાળજી :
- ફિસ્ચ્યુલાવાળા હાથને સ્વચ્છ રાખવો. રોજ અને હિમોડાયાલિસિસ પહેલાં હાથને જંતુનાશક સાબુથી સાફ કરવો.
- ફિસ્ચ્યુલામાં સોય મૂકવાથી લઈને ડાયાલીસીસ બાદ સોય કાઢવા સુધી, આખી પ્રક્રિયામાં ચેપ ન લાગે તે માટેની ચીવટ જરૂરી છે.
(બી) એ.વી. ફિસ્ચ્યુલાની કાળજી રાખવી :
- લોહીના દબાણમાં થતા નોંધપાત્ર ઘટાડાને કારણે સારી રીતે કાર્ય કરતી ફિસ્ચ્યુલા સાવ કામ કરતી બંધ થઈ જાય તેવો ભય રહે છે. તેથી લોહીના દબાણમાં નોંધપાત્ર ઘટાડો ન થાય તેની કાળજી રાખવી.
- એ.વી. ફિસ્ચ્યુલાનો માત્ર ડાયાલિસિસ કરવામાં જ ઉપયોગ કરવો. ફિસ્ચ્યુલા કરેલા હાથમાં ક્યારેય ઈન્જેક્શન અથવા બાટલા ન આપવા કે તેમાંથી તપાસ માટે લોહી લેવું નહીં.
- હિમોડાયાલિસિસ બાદ લોહી ન નીકળે તે માટે બાંધવામાં આવતો પટ્ટો(Tourniquet) વધુ લાંબા સમય માટે બાંધવામાં આવે તો ફિસ્ચ્યુલા બંધ થઈ જવાનો ભય રહે છે.
- ફિસ્ચ્યુલા કરેલું હોય તે હાથ પર લોહીનું દબાણન માપવું.
- ફિસ્ચ્યુલાને કોઈ ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. તે હાથ પર ઘડિયાળ, ઘરેણાં (કડું, ધાતુની બંગડી વગેરે) કે દબાણ કરે તેવા પટ્ટા ન પહેરવા. જો ફિસ્ચ્યુલાને અકસ્માતથી ઈજા થાય અને લોહી ઝડપથી નીકળવા લાગે તો ગભરાયા વગર સૌપ્રથમ બીજા હાથ વડે જોરથી દબાણ આપી લોહી નીકળતું અટકાવવું. ત્યારબાદ જ્યાંથી લોહી નીકળતું હોય તે જગ્યાએ હિમોડાયાલિસિસ બાદ વપરાતો પટ્ટો જોરથી બાંધી લોહી નીકળતું અટકાવવું, ત્યારબાદ ડૉક્ટરનો સંપર્ક કરવો. લોહી અટકાવવાને બદલે, વહેતા લોહી સાથે ડૉક્ટર પાસે દોડી જવામાં જોખમ છે.
હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓમાં એ.વી. ફિસ્ચ્યુલા જીવનદોર સમાન હોઈ તેની કાળજી અત્યંત જરૂરી છે.
- ફિસ્ચ્યુલા કરેલું હોય તે હાથેથી વજનદાર વસ્તુઓ ન ઊચકવી અને ફિસ્ચ્યુલા પર વધુ ભાર ન આવે તેનું ધ્યાન રાખવું. ખાસ કરીને રાત્રેસૂતી વખતે તે હાથ દબાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.
(સી) ફિસ્ચ્યુલાની કાર્યક્ષમતા ચકાસવી :
ફિસ્ચ્યુલા કરેલી હોય તેવા દરેક દર્દીએ દિવસમાં ત્રણ વખત (સવારે, બપોરે અને રાત્રે) ફિસ્ચ્યુલા બરાબર ચાલે છે, તેની અચૂક ખાતરી કરી લેવી જોઈએ. જો ફિસ્ચ્યુલા એકાએક બંધ થઈ જાય તો આવી સાવધાનીથી તેનું નિદાન થોડા કલાકોમાં જ થઈ જાય છે. બંધ થઈ ગયેલી ફિસ્ચ્યુલા વહેલા નિદાન અને યોગ્ય સારવારથી ફરીથી કાર્યકરતી થઈ શકે છે.
(ડી) નિયમિત કસરત :
ફિસ્ચ્યુલા બનાવ્યા બાદ શિરા ફૂલે અને પૂરતા પ્રમાણમાં લોહી મેળવી શકાય તે માટે હાથની કસરત જરૂરી છે. ફિસ્ચ્યુલાની મદદથી હિમોડાયાલિસિસ શરૂ કર્યા બાદ પણ આ જ કારણસર કસરત ચાલુ રાખવી અત્યંત જરૂરી છે.
૩. ગ્રાફ્ટ (Graft) :
- જે દર્દીઓમાં હાથની શિરા યોગ્યન હોવાને કારણે ફિસ્ચ્યુલા થઈ શકતી નથી એમને માટે આ ગ્રાફ્ટનો ઉપયોગ થાય છે.
- આ પદ્ધતિમાં ખાસ જાતના પ્લાસ્ટિક જેવા મટીરિયલની બનેલી કૃત્રિમ શિરાની મદદ વડે, ઓપરેશન કરી, હાથ કે પગમાં આવેલી ધમની અને શિરાને જોડી દેવામાં આવે છે.
- ફિસ્ચ્યુલા નીડલને ગ્રાફ્ટમાં મૂકી ડાયાલિસિસ માટે લોહી મેળવવા અને મોકલવામાં આવે છે.
- ખૂબ જ ખર્ચાળ હોવાને કારણે હાલના તબક્કે આ પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ જૂજ દર્દીઓમાં થાય છે.
હિમોડાયાલિસિસ મશીન કૃત્રિમ કિડનીની મદદથી લોહીનું શુદ્ધીકરણ અને પ્રવાહી ક્ષાર એસિડનું યોગ્ય પ્રમાણ જાળવે છે.
હિમોડાયાલિસિસ મશીનના શું કાર્યો છે?
હિમોડાયાલિસિસ મશીનના મુખ્ય કાર્ય નીચે મુજબ છે :
૧. ડાયાલિસિસ મશીનનું પંપ શુદ્ધીકરણ માટે લોહી મેળવવું તે અને જરૂર પ્રમાણે તેમાં વધઘટ કરવાનું કામ કરે છે.
૨. મશીન ખાસ પ્રકારનું પ્રવાહી (ડાયાલાઈઝેટ) બનાવી કૃત્રિમ કિડની (ડાયાલાઈઝર)માં મોકલે છે. મશીન દ્વારા પ્રવાહીનું તાપમાન અને તેમાં ક્ષાર, બાયકાર્બોનેટ વગેરેનું યોગ્ય પ્રમાણ જાળવવામાં આવે છે. મશીન આ ડાયાલાઈઝેટને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય દબાણથી કૃત્રિમ કિડનીમાં મોકલે છે અને બિનજરૂરી કચરો દૂર કર્યા બાદ આ પ્રવાહીનો નિકાલ કરે છે.
૩. કિડની ફેલ્યરમાં જોવા મળતા સોજા વધારાના પાણીને લીધે હોય છે. ડાયાલિસિસ દરમિયાન મશીન વધારાનું પાણી દૂર કરે છે.
૪. ડાયાલિસિસ દરમિયાન દર્દીની સલામતી જાળવવાની જુદી જુદી ઘણી વ્યવસ્થાઓ ડાયાલિસિસ મશીનમાં હોય છે. હાલ ઉપલબ્ધ કૉમ્પ્યુટરાઈઝ હિમોડાયાલિસિસ મશીનની મદદ દ્વારા ડાયાલિસિસની પ્રક્રિયા અતિસરળ અને અસરકારક રૂપે થઈ શકે છે.
ડાયાલાઈઝર (કૃત્રિમ કિડની)ની રચના કેવી હોય છે? તેમાં લોહીનું શુદ્ધીકરણ કેવી રીતે થાય છે?
ડાયાલાઈઝર (કૃત્રિમ કિડની)ની રચના :
- ડાયાલાઈઝર ૮ ઇંચ લાંબા અને ૧.૫ ઈંચ વ્યાસ ધરાવતા પારદર્શક પ્લાસ્ટિકના પાઈપનું બનેલ હોય છે, જેમાં ૧૦,૦૦૦ જેટલી વાળ જેવી પાતળી નળીઓ ગોઠવાયેલી હોય છે. આ પાતળી પરંતુ અંદરથી પોલી હોય તેવી નળીઓ ખાસ જાતના પારદર્શક પ્લાસ્ટિકની (સેમી પર્મિએબલ મેમ્બ્રેનની) બનેલ આ પાતળી નળીઓની અંદરથી લોહી પસાર થઈ શુદ્ધ થાય છે.
- ડાયાલાઈઝરના ઉપર અને નીચેના છેડે આ બધી પાતળી નળીઓ ભેગી થઈ એક મોટી નળી બની જાય છે. જેની સાથે શરીરમાંથી લોહી લાવતી અને લઈ જતી નળી (Blood Tubings) જોડાઈ શકે છે.

- ડાયાલાઈઝરના ઉપર અને નીચેના છેડે, બાજુની તરફ મશીનમાંથી આવતું ખાસ જાતનું શુદ્ધીકરણ માટે વપરાતું પ્રવાહી (Dialysate) દાખલ થઈ નીકળી શકે તે માટે નળી જોડાઈ શકે તેવી રચના હોય છે.

ડાયાલાઈઝર (કૃત્રિમ કિડની)માં લોહીનું શુદ્ધીકરણ :
- શરીરમાંથી શુદ્ધીકરણ માટે કૃત્રિમ કિડનીમાં એક છેડેથી આવતું લોહી હજારો પાતળી નળીઓમાં વહેંચાઈ જાય છે.
- કૃત્રિમ કિડનીના બીજા છેડેથી દબાણથી દાખલ થતું શુદ્ધીકરણનું કાર્ય કરતું ડાયાલાઈઝેટ પાતળી નળીઓની આસપાસ વહેંચાઈ જાય છે.
- ડાયાલાઈઝરમાં લોહી ઉપરથી નીચે નળીઓની અંદર અને ડાયાલાઈઝેટ નીચેથી ઉપર નળીઓની બહાર એમ સતત એકબીજાથી વિરુદ્ધ દિશામાં વહેતા રહે છે.
- આ દરમિયાન પાતળી નળીઓ સેમિપર્મિએબલ મેમ્બ્રેનની બનેલી હોવાથી લોહીમાંના યુરિયા-ક્રીએટીનીન જેવા ઉત્સર્ગ પદાર્થો ડાયાલાઈઝેટમાં ભળી બહાર નીકળી જાય છે. આ રીતે કૃત્રિમ કિડનીમાં એક છેડેથી પ્રવેશતું અશુદ્ધ લોહી બીજા છેડે નીકળે ત્યારે શુદ્ધ થઈ જાય છે.
- ડાયાલિસિસની પ્રક્રિયામાં શરીરનું બધું લોહી આશરે બાર વખત શુદ્ધ થાય છે. ચાર કલાકના અંતે લોહીમાંના યુરિયા તથા ક્રીએટીનીનના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થવાથી લોહીનું શુદ્ધીકરણ થઈ જાય છે.
હિમોડાયાલિસિસમાં વપરાતું ખાસ પ્રકારનું ડાયાલાઈઝેટ શું છે?
- હિમોડાયાલિસિસ મશીન દ્વારા ડાયાલિસિસની પ્રક્રિયા માટે મશીનની અંદર બનતા ખાસ પ્રકારના પ્રવાહીના મિશ્રણને ડાયાલાઈઝેટ કહે છે.
- હિમોડાયાલિસિસ માટે ખાસ જાતનું ખૂબ જ ક્ષાર ધરાવતું પ્રવાહી (હિમોકોન્સેન્ટ્રેટ) દસ લિટરના પ્લાસ્ટિક જારમાં મળે છે.
- ડાયાલિસિસ મશીન આ ખાસ જાતના પ્રવાહીનો એક ભાગ અને ચોત્રીસ ભાગ પાણી ભેળવી ડાયાલાઈઝેટ બનાવે છે.
- મશીન દ્વારા ડાયાલાઈઝેટમાંના ક્ષાર તથા બાયકાર્બોનેટનું પ્રમાણ શરીરના જરૂરી પ્રમાણ જેટલું જ જાળવવામાં આવે છે.
લોહીનું શુદ્ધીકરણ અને વધારાનું પ્રવાહી દૂર કરવાનું કાર્ય ડાયાલાઈઝરમાં થાય છે.
- ડાયાલાઈઝેટ બનાવવા માટે વાપરવામાં આવતું પાણી ક્ષારરહિત નરમ અને શુદ્ધ બનાવવા માટે ખાસ જાતનો આર.ઓ. (Reverse Osmosis) પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ આર.ઓ. પ્લાન્ટમાં પાણી સેન્ડ ફિલ્ટર, ચારકોલ ફિલ્ટર, માઈક્રો ફિલ્ટર, ડિઆયોનાઇઝર, આર.ઓ. મેમ્બ્રેન અને યુ.વી. (Ultraviolet) ફિલ્ટરમાંથી પસાર થઈ નરમ, શુદ્ધ અને સંપૂર્ણ જંતુરહિત બને છે.
- ડાયાલિસિસમાં વપરાતું પાણી અત્યંત શુદ્ધ હોવું જરૂરી છે, કારણ કે દરેક ડાયાલિસિસ દરમિયાન ૧૫૦ લિટર જેટલું પાણી લોહીના સંપર્કમાં આવે છે.
- પાણીનું આ પ્રકારનું શુદ્ધીકરણ હિમોડાયાલિસિસ અસરકારક રીતે કે આડઅસર વગર થાય તે માટે અત્યંત મહત્ત્વનું છે.
હિમોડાયાલિસિસ ક્યાં કરવામાં આવે છે?
સામાન્ય રીતે હિમોડાયાલિસિસ હૉસ્પિટલમાં નિષ્ણાત સ્ટાફ દ્વારા નેફ્રોલોજિસ્ટની સૂચના અને દેખરેખ નીચે કરવામાં આવે છે. કેટલાક દર્દીઓ મશીન ખરીદી લે છે અને તે માટેની તાલીમ લઈ કુટુંબીજનોની મદદથી ઘરમાં જ ડાયાલિસિસ કરે છે. આ પ્રકારના ડાયાલિસિસને હોમ હિમોડાયાલિસિસ (Home Hemodialysis) કહે છે, જે માટે નોંધપાત્ર ખર્ચ, તાલીમ અને સમયની જરૂર પડે છે.
શું હિમોડાયાલિસિસ પીડાજનક અને જટિલ સારવાર છે?
ના, હિમોડાયાલિસિસ એ સરળ અને પીડા ન થાય તેવી પ્રક્રિયા છે. સામાન્ય રીતે લાંબા સમય માટે ડાયાલિસિસની જરૂર હોય તેવા દર્દીઓ ડાયાલિસિસ કરાવવા હૉસ્પિટલ આવે છે અને ડાયાલિસિસ પૂરું થતા ઘરે પાછા જાય છે. મોટા ભાગના દર્દીઓ ડાયાલિસિસ પ્રક્રિયા દરમિયાનનો ચાર કલાકનો સમય આરામ કરવામાં, સંગીત સાંભળવામાં, ટીવી જોવામાં કે મનપસંદ વાંચન કરી પસાર કરે છે. ડાયાલિસિસ દરમિયાન મોટા ભાગના દર્દીઓ હળવો નાસ્તો, ચા કે ઠંડું પીણું લેવાનું પસંદ કરે છે.
હિમોડાયાલિસિસની પ્રક્રિયામાં કોઈ પીડા થતી નથી અને દર્દી પથારી કે ખુરશીમાં અનુકૂળ એવી સામાન્ય પ્રવૃત્તિ કરી શકે છે.
સામાન્ય રીતે હિમોડાયાલિસિસ દરમિયાન કઈ કઈ તકલીફો જોવા મળે છે?
ડાયાલિસિસ દરમિયાન કેટલીક વખત જોવા મળતી તકલીફોમાં લોહીનું દબાણ ઘટી જવું, પગમાં કળતર-દુખાવો થવો, નબળાઈ લાગવી, ઊલટી-ઉબકા થવા વગેરેનો સમાવેશ થાય છે.
હિમોડાયાલિસિસના મુખ્ય ફાયદા અને ગેરફાયદા કયા કયા છે? હિમોડાયાલિસિસના ફાયદાઓ :
૧. ડાયાલિસિસની ઓછી ખર્ચાળ સારવાર.
૨. હૉસ્પિટલના નિષ્ણાત સ્ટાફ - ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે તેથી વધારે સગવડ અને સલામતી રહે છે.
૩. ઓછા સમયમાં વધુ અસકારક સારવાર.
૪. ચેપની શક્યતા ઓછી રહે છે. પેરિટોનિયલ ડાયાલિસિસ કરતાં હિમોડાયાલિસિસ ઓછું ખર્ચાળ હોવાથી વધુ દર્દીઓ હિમોડાયાલિસિસ કરાવવું પસંદ કરે છે.
૫. આ પ્રક્રિયા દરરોજ કરવાની જરૂર પડતી નથી.
૬. અન્ય દર્દીઓ સાથેના સંપર્કને કારણે માનસિક તનાવ ઓછો રહે છે.
હિમોડાયાલિસિસના ગેરફાયદાઓ :
૧. દરેક ગામમાં ઉપલબ્ધ ન હોવાથી બહારગામ જવું પડે તેની હાલાકી.
૨. સારવાર માટે હૉસ્પિટલ જવું પડે અને નિશ્ચિત સમયનું પાલન કરવું પડે.
૩. દરેક વખતે ફિસ્ચ્યુલા નીડલ મુકે તેનો દુખાવો સહન કરવો પડે.
૪. હિપેટાઈટીસના ચેપની સંભાવના રહે.
૫. ખોરાકમાં વધુ પરેજી રાખવી પડે.
૬. હિમોડાયાલિસિસ યુનિટ શરૂ કરવું એ ખર્ચાળ છે અને તે ચલાવવા માટે નિષ્ણાત સ્ટાફ-ડૉક્ટરની જરૂર પડે છે.
હિમોડાયાલિસિસના મુખ્ય ફાયદાઓ સલામતી, વધુ અસરકારકતા અને ઓછો ખર્ચ થાય છે.
હિમોડાયાલિસિસના દર્દીઓ માટે અગત્યની બાબતો :
- નિયમિત હિમોડાયાલિસિસ લાંબા સમયની તંદુરસ્તી માટે જરૂરી છે. તેમાં અનિયમિતતા કે ફેરફાર લાંબા ગાળે હાનિકારક છે.
- બે ડાયાલિસિસ વચ્ચે ખોરાકમાં યોગ્ય પરેજી (પ્રવાહી તથા મીઠું ઓછું લેવું) દ્વારા વજનનો વધારો કાબૂમાં રાખવો જરૂરી છે.
- હિમોડાયાલિસિસ શરૂ થાય ત્યારબાદ પણ નિયમિત રીતે દવા લેવાની અને લોહીના દબાણ તથા ડાયાબિટીસને કાબૂમાં રાખવાની જરૂર છે.
- સામાન્ય રીતે હિમોડાયાલિસિસના દર્દીઓમાં કુપોષણ વધુ જોવા મળે છે. ખોરાકમાં પૂરતા પ્રોટીનનો અભાવ અને હિમોડાયાલિસિસ દરમિયાન શરીરમાંથી પ્રોટીન નીકળી જવાને કારણે કુપોષણ થઈ શકે છે. આ કારણસર નિયમિત હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓએ વધુ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જરૂરી છે. હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓએ વિટામિન-બી અને વિટામિન-સી ધરાવતી દવાઓ ડૉક્ટરની સલાહ મુજબ લેવી જરૂરી હોય છે.
- કૅલ્શિયમ, ફોસ્ફરસ અને પેરાથાઇરોડ હોર્મોનનું કેટલું પ્રમાણ છે તેને ધ્યાનમાં રાખી ડૉક્ટર કૅલ્શિયમ અને વિટામિન-ડીની દવાઓ લેવાની સૂચના આપે છે. દર્દીએ રોજિંદા જીવનમાં થોડા ફેરફાર કરવા જરૂરી બની જાય છે.
- જીવનશૈલીમાં ફેરફાર. ડાયાલીસીસ કરાવતા દર્દીઓને બીડી કે સિગરેટ ન પીવાની, દારૂનું સેવન ન કરવાની, વજન જાળવવાની અને નિયમિત કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.
હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓએ ડૉક્ટર અથવા નર્સનો તાત્કાલિક સંપર્ક ક્યારે કરવો?
નીચે મુજબની કોઈ પણ તકલીફ થાય તો હિમોડાયાલિસિસ કરાવતા દર્દીઓએ ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો :
- એ.વી. ફિસ્ચ્યુલામાં થ્રિલ (ધ્રુજારી) ન આવવી.
- એકાએક વજન વધવું, સોજા ચડવા અથવા શ્વાસ ચડવો.
બે ડાયાલિસિસ વચ્ચે વજન ન વધે તે માટે નમક અને પ્રવાહીમાં પરેજી અત્યંત જરૂરી છે.
૧. ઈન્ટરમિટન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસ (આઈ.પી.ડી.)
હૉસ્પિટલમાં ટૂંકા સમય માટે ડાયાલિસિસની જરૂરિયાત હોય ત્યારે આ ડાયાલિસિસ કરવામાં આવે છે.
- આઈ.પી.ડી. દ્વારા લોહીમાંનો કચરો દર્દીને બેભાન કર્યા વગર, પેટમાં એક ખાસ પ્રકારની ઘણા કાણાવાળી જાડી નળી મૂકી, ખાસ જાતના પ્રવાહીની મદદથી દૂર કરવામાં આવે છે.
- સામાન્ય રીતે ડાયાલિસિસની આ પ્રક્રિયા ૩૬ કલાક ચાલે છે અને તે દરમિયાન ૩૦થી ૪૦ લિટર જેટલા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ પ્રકારનું ડાયાલિસિસ દર ૫થી ૭ દિવસે કરાવવું પડે છે.
- આ જાતનું ડાયાલિસિસ લાંબા સમય માટે અનુકૂળ નથી.
સી.એ.પી.ડી. રોજ નિશ્ચિત સમયે કોઈપણ રજા વગર નિયમિત કરાવવું જરૂરી છે.
૨. સી.એ.પી.ડી. - કંટિન્યુઅસ ઍમબ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ સી.એ.પી.ડી એટલે શું?
સી.એ.પી.ડી. એટલે
સી. - કંટિન્યુઅસ - કે જેમાં ડાયાલિસિસની પ્રક્રિયા સતત ચાલુ રહે છે.
એ. - ઍમબ્યુલેટરી - જે દરમિયાન દર્દી હરી ફરી શકે અને સામાન્ય કામ કરી શકે છે.
પી.ડી. - પેરિટોનિયલ ડાયાલિસિસની આ પ્રક્રિયા છે.
સી.એ.પી.ડી. તે દર્દીને પોતાની મેળે ઘરે, મશીન વગર કરી શકે એવા પ્રકારનું ડાયાલિસિસ છે. વિશ્વના વિકસિત દેશોમાં ક્રોનિક કિડની ફેલ્યરના વધુ ને વધુ દર્દીઓમાં ડાયાલિસિસ માટે આ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે.
સી.એ.પી.ડી.ની પ્રક્રિયા :
સી.એ.પી.ડી. કેથેટર : આ એક પ્રકારની બધી તરફ ઘણા કાણાવાળી નળી હોય છે. જેને પેટમાં ડૂંટી નીચે નાનો ચીરો મૂકીને ગોઠવવામાં આવે છે. આ નળી સિલિકોન તરીકે ઓળખાતા ખાસ પદાર્થોની હોય છે, જે નરમ, પેટના આંતરડા કે અન્ય અવયવોને ઈજા ન પહોંચાડે અને કોઈ પણ સ્થિતિમાં પેટમાં આરામદાયક રીતે ગોઠવાઈ શકે તેવી હોય છે.
- છાતીમાં દુખાવો થવો, હૃદયના ધબકારા વધી જવા અથવા ઘટી જવા.
- લોહીનું દબાણ અત્યંત ઘટી જવું અથવા વધી જવું.
- દર્દી નિદ્રામાં રહે. બેભાન થાય કે આંચકી આવે.
- તાવ, ઠંડી, વધુ પડતી ઊલટી, નબળાઈ લાગવી અથવા ઊલટીમાં લોહી આવવું.
પેરિટોનિયલ ડાયાલિસિસ (પેટનું ડાયાલિસિસ)
કિડની ફેલ્યરના દર્દીઓને જ્યારે ડાયાલિસિસની જરૂરિયાત પડે ત્યારે હિમોડાયાલિસિસ સિવાયનો બીજો વિકલ્પ પેરિટોનિયલ ડાયાલિસિસ છે.
પેરિટોનિયલ ડાયાલિસિસ (પી.ડી.) એટલે શું?
- પેટમાં આંતરડા, હોજરી વગેરે અવયવોને ઢાંકી તેને યોગ્ય જગ્યાએ જકડી રાખતી મેમ્બ્રેનને પેરિટોનિયમ કહેવામાં આવે છે.
- આ મેમ્બ્રેન સેમિપરમીએબલ એટલે કે ગરણી જેવું હોય છે.
- આ મેમ્બ્રેનની મદદથી થતી લોહીના શુદ્ધીકરણની પ્રક્રિયાને પેરિટોનિયલ ડાયાલિસિસ કહે છે. આગળની ચર્ચામાં પેરિટોનિયલ ડાયાલિસિસને આપણે ટૂંકમાં પી.ડી. કહીશું.
પેરિટોનિયલ ડાયાલિસિસ (પી.ડી.)ના કયા કયા પ્રકારો છે?
૧. આઈ.પી.ડી. - ઈન્ટરમિટન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસ (Intermittent Peritoneal Dialysis)
૨. સી.એ.પી.ડી. - કંટિન્યુઅસ એમબ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ (Continuous Ambulatory Peritoneal Dialysis)
૩. સી.સી.પી.ડી. - કંટિન્યુઅસ સાયક્લિક પેરિટોનિયલ ડાયાલિસિસ (Continuous Cyclic Peritoneal Dialysis)
સી.એ.પી.ડી. તે દર્દી ઘરમાં, મશીન વગર, ખાસ પ્રવાહીની મદદથી કરવામાં આવતું ડાયાલિસિસ છે.
૧. ઈન્ટરમિટન્ટ પેરિટોનિયલ ડાયાલિસિસ (આઈ.પી.ડી.)
હૉસ્પિટલમાં ટૂંકા સમય માટે ડાયાલિસિસની જરૂરિયાત હોય ત્યારે આ ડાયાલિસિસ કરવામાં આવે છે.
- આઈ.પી.ડી. દ્વારા લોહીમાંનો કચરો દર્દીને બેભાન કર્યા વગર, પેટમાં એક ખાસ પ્રકારની ઘણા કાણાવાળી જાડી નળી મૂકી, ખાસ જાતના પ્રવાહીની મદદથી દૂર કરવામાં આવે છે.
- સામાન્ય રીતે ડાયાલિસિસની આ પ્રક્રિયા ૩૬ કલાક ચાલે છે અને તે દરમિયાન ૩૦થી ૪૦ લિટર જેટલા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ પ્રકારનું ડાયાલિસિસ દર ૫થી ૭ દિવસે કરાવવું પડે છે.
- આ જાતનું ડાયાલિસિસ લાંબા સમય માટે અનુકૂળ નથી.
૨. સી.એ.પી.ડી. - કંટિન્યુઅસ ઍમબ્યુલેટરી પેરિટોનિયલ ડાયાલિસિસ સી.એ.પી.ડી એટલે શું?
સી.એ.પી.ડી. એટલે
સી. - કંટિન્યુઅસ - કે જેમાં ડાયાલિસિસની પ્રક્રિયા સતત ચાલુ રહે છે.
એ. - ઍમબ્યુલેટરી - જે દરમિયાન દર્દી હરી ફરી શકે અને સામાન્ય કામ કરી શકે છે.
પી.ડી. - પેરિટોનિયલ ડાયાલિસિસની આ પ્રક્રિયા છે.
સી.એ.પી.ડી. તે દર્દીને પોતાની મેળે ઘરે, મશીન વગર કરી શકે એવા પ્રકારનું ડાયાલિસિસ છે. વિશ્વના વિકસિત દેશોમાં ક્રોનિક કિડની ફેલ્યરના વધુ ને વધુ દર્દીઓમાં ડાયાલિસિસ માટે આ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે.
સી.એ.પી.ડી.ની પ્રક્રિયા :
સી.એ.પી.ડી. કેથેટર : આ એક પ્રકારની બધી તરફ ઘણા કાણાવાળી નળી હોય છે. જેને પેટમાં ડૂંટી નીચે નાનો ચીરો મૂકીને ગોઠવવામાં આવે છે. આ નળી સિલિકોન તરીકે ઓળખાતા ખાસ પદાર્થોની હોય છે, જે નરમ, પેટના આંતરડા કે અન્ય અવયવોને ઈજા ન પહોંચાડે અને કોઈ પણ સ્થિતિમાં પેટમાં આરામદાયક રીતે ગોઠવાઈ શકે તેવી હોય છે.
સી.એ.પી.ડી. રોજ નિશ્ચિત સમયે કોઈપણ રજા વગર નિયમિત કરાવવું જરૂરી છે.

સી.એ.પી.ડી.ની પ્રક્રિયા નીચે મુજબ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે.
૧. ફીલ (Fill) : પેટમાં પ્રવાહી ભરવું. પી.ડી.નું પ્રવાહી ૨ લિટરની ખાસ પ્રકારની નરમ પ્લાસ્ટિકની બેગમાં મળે છે. આ બેગમાંથી પ્રવાહી લઈ જતી નળી બેગ સાથે જ અંદરથી જોડાયેલ હોય છે. (જેથી પ્રવાહી કાઢવા માટે અલગ નળી-IV setની જરૂર પડતી નથી). પી.ડી. બેગને ઉપર લટકાવવામાં આવે છે, જેથી બેગનું પ્રવાહી પોતાની મેળે જ પી.ડી. કેથેટરની મદદથી પેટમાં ભરાય છે, જે પેરિટોનિયમના સંપર્કમાં આવે છે. ડાયાલિસિસ માટે પ્લાસ્ટિકની નરમ બેગમાં ઉપલબ્ધ બે લિટર પ્રવાહી પેટમાં દાખલ કર્યા બાદ બેગ કમરે પટ્ટાની સાથે બાંધી સહેલાઈથી હરીફરી શકાય છે.
૨. ડ્વેલ (Dwell) : પેટમાં દાખલ કરેલ પી.ડી. પ્રવાહી પેટમાં આવેલ પેરિટોનિયમના ભાગમાં દિવસ દરમિયાન ૪થી ૬ કલાક સુધી અને રાત્રે ૬થી ૮ કલાક સુધી રહે છે. આ સમય દરમિયાન લોહીમાંનો કચરો ડાયાલિસિસના પ્રવાહી સાથે ભળી જાય છે અને આ રીતે લોહીનું શુદ્ધીકરણ થાય છે.
૩. ડ્રેઈન (Drain) : ડ્વેલ ટાઈમ બાદ કચરાવાળું પી.ડી. પ્રવાહીને પી.ડી. બેગ (જે દર્દીએ કમરના પટ્ટા સાથે બાંધી હતી)માં ખાલી કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રવાહીને માપી અને ફેંકી દેવામાં આવે છે. પી.ડી. પ્રવાહીને બહાર કાઢવામાં અને શુદ્ધ પ્રવાહી પેટમાં અંદર જવામાં આશરે ૩૦-૪૦ મિનિટનો સમય લાગે છે. આ પ્રક્રિયાને એક્સચેન્જ(Exchange) કહેવાય છે. આ એક્સચેન્જની પ્રક્રિયા દિવસમાં ૩-૪ વખત અને રાત્રે એક વખત થાય છે. આ બધી પ્રક્રિયા ચેપ ન લાગે તે રીતે કરવામાં આવે છે.
૩. સી.સી.પી.ડી. - કંટિન્યુઅસ સાઇક્લિક પેરિટોનિયલ ડાયાલિસિસ :
આ પ્રકારની પેરિટોનિયલ ડાયાલિસિસની પ્રક્રિયા ખાસ પ્રકારના ઑટોમેટિક મશીન દ્વારા ઘરે કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં મશીનની મદદથી પી.ડી. પ્રવાહી પેટમાં પ્રવેશ કરે છે. અને બહાર નીકળે છે. આ પ્રક્રિયા ૧-૨ કલાક સુધી ચાલે છે અને આ પ્રકારના ૪થી ૫ એક્સચેન્જ રાત્રિના સમયે જ્યારે દર્દી સૂઈ જાય છે. ત્યારે કરવામાં આવે છે. સવારે ઊઠી જ્યારે દર્દી મશીનને બંધ કરે ત્યારે ૨-૩ લિટર જેટલું પી.ડી. પ્રવાહી પેટમાં અંદર હોય છે જે આખો દિવસ પેટમાં રહે છે.
રાત્રે જ્યારે ફરી મશીન લગાવવામાં આવે ત્યારે આ પ્રવાહી બહાર નીકળી જાય છે. દિવસ દરમિયાન એક પણ વખત બેગને બદલાવવાની ન હોય તેથી આ પ્રક્રિયા દરમિયાન દર્દી એના રોજિંદા કાર્યો ખૂબ જ સરળતાથી કરી શકે છે. એ પી.ડી.માં ૨૪ કલાકમાં એક વખત પેટ સાથે મશીન લગાડવાનું હોય છે જેથી ચેપ લાગવાની શક્યતાઓ ઓછી રહે છે. આ પ્રક્રિયાનો મુખ્ય ગેરફાયદો વધારે ખર્ચાળ અને મશીન વાપરવા માટે યોગ્ય પદ્ધતિ શીખી અને અમલ કરવાનું છે.
સી.એ.પી.ડી. પ્રક્રિયાના ત્રણ મુખ્ય ભાગ- પેટમાં પ્રવાહી ભરવું, રાખવું અને કાઢવું તે છે.
સી.એ.પી.ડી.માં પી.ડી. પ્રવાહી શું હોય છે?
પી.ડી.માં વપરાતું પી.ડી. પ્રવાહી શુદ્ધ, જંતુરહિત હોય છે, જેમાં વિવિધ પ્રકારના ક્ષારો અને ગ્લુકોઝ યોગ્ય માત્રામાં હોય છે. ગ્લુકોઝના પ્રમાણ મુજબ પી.ડી.નું પ્રવાહી હાલમાં ત્રણ પ્રકારમાં મળે છે (૧.૫%, ૨.૫%, ૪.૫%) પી.ડી. પ્રવાહીમાંનું ગ્લુકોઝ વધારાનું પ્રવાહી શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓના શરીરમાંથી કેટલું પ્રવાહી દૂર કરવું જરૂરી છે તે ધ્યાનમાં રાખી ડૉક્ટર ક્યા પ્રકારનું પી.ડી. પ્રવાહીનો ઉપયોગ કરવો તેની સલાહ આપે છે. નવા પ્રકારનું ગ્લુકોઝને બદલે આઈકો ડ્રેસ્કટ્રીન ધરાવતું પી.ડી. પ્રવાહી ડાયાબિટીસ અને વધુ વજનવાળા દર્દીઓમાં ફાયદાકારક છે.
સી.એ.પી.ડી.ના દર્દીને ખોરાકમાં કેવા પ્રકારના મુખ્ય ફેરફાર કરવાની સૂચના આપવામાં આવે છે?
સી.એ.પી.ડી.ની પ્રક્રિયામાં પેટમાંથી પાછા નીકળતા પ્રવાહી સાથે શરીરમાંનું પ્રોટીન પણ બહાર નીકળી જાય છે. આ કારણસર નિયમિત વધુ પ્રોટીન ધરાવતો ખોરાક લેવાય તે યોગ્ય તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ જરૂરી છે.
પી. ડી. ફ્લ્યુડમાંનું ગ્લુકોઝ થોડા પ્રમાણમાં પણ સતત શરીરમાં ઉમેરાય છે જેને કારણે વજન વધવાનો પ્રશ્ન જોવા મળે છે. આ કારણસર જરૂર પૂરતી જ કેલેરી લેવામાં આવે તે જરૂરી છે.
- વધુ ચરબીવાળો ખોરાક ઓછો લેવો.
- પોટેશિયમ અને ફોસ્ફેટ ધરાવતો ખોરાક ઓછો લેવો.
- કબજિયાત ન થાય તે માટે લીલા શાકભાજી અને તાજા ફ્રૂટ લેવા.
સી.એ.પી.ડી.નો ઉપયોગ કરતા દર્દીઓમાં સંભવિત જોખમો કયા છે?
- સી.એ.પી.ડી.ના સંભવિત મુખ્ય જોખમોમાં પેરિટોનાઈટીસ (પેટમાં રસી થવી), કેથેટર બહાર નીકળે ત્યાં ચેપ (Exit Site Infection) ઝાડા વગેરેનો સમાવેશ થાય છે.
ચેપ ન લાગે તે માટેની કાળજી સી.એ.પી.ડી.ની પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની બાબત છે.
- સી.એ.પી.ડી.ના દર્દીઓમાં સૌથી વધુ જોવા મળતું અને ચિંતાકારક જોખમ તે પેરિટોનિયમનો ચેપ એટલે કે પેરિટોનાઈટીસ છે. પેટનો દુખાવો, તાવ અને પેટની બહાર આવતું પ્રવાહી ડહોળું હોવું તે પેરિટોનાઈટીસની નિશાની છે.
- પી.ડી.ના અન્ય જોખમોમાં પેટ ફૂલી જવું, પેટના સ્નાયુ ઢીલા થઈ જવાથી હર્નિયાની તકલીફ થવી, શરીરમાં પ્રવાહી વધી સોજા થવા, કબજિયાત થવી, કમરનો દુખાવો થવો કેથેટરની બાજુથી પ્રવાહી લીક થવું, વજન વધી જવું વગેરે છે.
સી.એ.પી.ડી.ના મુખ્ય ફાયદા અને ગેરફાયદા કયા કયા છે?
મુખ્ય ફાયદાઓ :
૧. પ્રવાહી તથા ખોરાકમાં ઓછી પરેજી પાળવી પડે છે.
૨. મશીન વગર થાય છે. સોય લાગવાની પીડામાંથી મુક્તિ મળે છે.
૩. સ્થળ, સમયની સ્વતંત્રતા મળે છે જેથી રોજિંદું કામ થઈ શકે છે. દર્દી બહારગામ જઈ શકે છે.
૪. લોહીનું દબાણ, સોજા, લોહીની ફિક્કાશ વગેરે પ્રશ્નોની સારવાર વધુ સારી રીતે થઈ શકે છે.
૫. હિમોડાયાલિસિસના દર્દીઓ કરતાં સી.એ.પી.ડી. કરાવતા દર્દીઓએ પ્રવાહી અને નમકની માત્રામાં ઘટાડો કરવાની પરેજી ઓછી રાખવી પડે છે.
મુખ્ય ગેરફાયદાઓ :
૧. પેરિટોનાઈટીસ અને કેથેટરની જગ્યાના ચેપ લાગવાનો જોખમ.
૨. હાલ આ સારવાર વધુ ખર્ચાળ છે.
૩. પેરિટોનાઈટીસનું જોખમ નોંધપાત્ર રહે છે.
૪. દરરોજ (રજા વગર) ૩-૪ વખત કાળજીપૂર્વક, યોગ્ય રીતે પ્રવાહી બદલવું પડે છે, જેની જવાબદારી દર્દીના કુટુંબીજનોની રહે છે. આ માટે ચુસ્તપણે પાલન કરવું તે માનસિક તણાવરૂપ છે.
સી.એ.પી.ડી. કરાવતા દર્દીઓએ ખોરાકમાં વધુ પ્રોટીન લેવું જોઈએ.
૫. પેટમાં હમેશાં માટે કેથેટર તથા પ્રવાહી રહે તે અગવડરૂપ છે.
૬. પી.ડી. માટેના પ્રવાહીની વજનવાળી બેગ સાચવવી અને ફેરવવી તે અનુકૂળ નથી.
સી.એ.પી.ડી.ના દર્દીઓએ ડૉક્ટર અથવા ડાયાલિસિસ કોર્ડિનેટરનો ક્યારે તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ?
નીચે મુજબની તકલીફ થાય ત્યારે સી.એ.પી.ડી. કરાવતા દર્દીએ ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો :
- પેટમાં દુખાવો, તાવ અથવા ઠંડી લાગે.
- સામાન્ય રીતે પેટમાંથી બહાર કાઢવામાં આવતું પી.ડી. પ્રવાહી ચોખ્ખું હોય છે, પરંતુ પેટમાંથી નીકળતું આ પ્રવાહી ડહોળું આવે અથવા તેમાં લોહી આવે. પેટમાંથી પી.ડી. કેથેટર બહાર નીકળતું હોય ત્યાં દુખાવો થવો, લાલાશ થવી, સોજો આવવો અથવા ચેપ લાગવો જ્યારે પી.ડી. પ્રવાહીનું પેટની અંદર જવામાં અથવા બહાર નીકળવામાં તકલીફ થાય કે કબજિયાત થાય.
- ટૂંકા સમયમાં વજનમાં નોંધપાત્ર વધારો થવો અને સોજા ચડવા, શ્વાસની તકલીફ થવી અને બ્લડપ્રેશર વધવું (જે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધી ગયું છે તે સૂચવે છે).
- લોહીનું દબાણ ઘટી જવું, વજનમાં ટૂંકા સમયમાં ઘટાડો થવો, નબળાઈ લાગવી અને વધુ થાક લાગવો (જે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી ગયું છે તે સૂચવે છે).
સી.એ.પી.ડી.નો મુખ્ય ફાયદો સમય અને સ્થળની સ્વતંત્રતા છે.